Thursday, July 13, 2023

Chandrayaan 3 : Launching Date Declare: શું તમે જાણો છો ચંદ્ર પર કઈ રીતે ઉતરશે લેન્ડર-રોવર . ચંદ્રયાન ત્રણ મિશન પાછળ 75 કરોડનો ખર્ચ.||live Chandrayaan 3

Chandrayaan 3 : આપણે જાણીએ છીએ તેમ Chandrayaan 3 માટે તૈયારીઓ ચાલી રહી છે. ચંદ્રયાન 3 મિશન પાછળ 75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે . ચંદ્રયાન 3 ને રોકેટના ઉપરના ભાગમાં ગોઠવી દેવામાં આવ્યું છે ત્યાર પછી એસેમ્બલીંગ યુનિટમાં લઈ જઈને જીએસએસવી એમ કે 3 રોકેટ સાથે તેને જોડી દેવામાં આવશે.

Chandrayaan 3 આ મિશન દેશનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન હોવાથી ભારતવાસીઓ માટે ખૂબ જ રોમાંચક ક્ષણો છે .આ પહેલા ચંદ્ર અભિયાન 2 હાથ ધરવામાં આવેલા હતા અને આ ત્રીજો પ્રયાસ છે ચંદ્રયાન 3 તારીખ 14 જુલાઈ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવશે.

Chandrayaan 3 નું સ્થળ.

ઈસરો તેને આંધ્રપ્રદેશના કિનારાના પ્રદેશમાં આવેલા શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે લોન્ચિંગ માટે જે રોકેટ નો ઉપયોગ કરવાનો છે તેનું નામ જીએસએલવી એમ કે 3 છે ચંદ્રયાન 3 એ આગળના બે ચંદ્રયાન અભિયાનનું ફોલોઅપ મિશન છે.

Chandrayaan 3 નો ઉદ્દેશ્ય.

અગાઉના મિશનનું ફોલોઅપ હોવાથી ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તેને સુધારીને ચંદ્રયાન થ્રી નું ક્ષમતાનું પ્રદર્શન કરવાનું મુખ્ય ઉદ્દેશ છે આ માટે ચંદ્રયાન 3 માં 75 કરોડને ખર્ચે આ મિશન હાથ ધરવામાં આવ્યું છે આ વખતે ચંદ્રયાન 3 માં એક લેન્ડર અને રોવર જ જઈ રહ્યા છે ચંદ્રયાન 2 નું ઓર્બીટર હજી ચંદ્રમાની ફરતે પરિભ્રમણ કરી રહ્યું છે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રખાશે.

Chandrayaan 3 કઈ રીતે કામ કરશે.

ચંદ્રયાન 3 માં ચાર પૈડા ધરાવતા યંત્ર જેવું લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતારાશે તેની અંદર રોવર છે રોવર એટલે કે ચંદ્રની સપાટી પર ચાલવા વાળું યંત્ર. ઈસરોના વડા ડોક્ટર એ સોમનાથ એ જણાવ્યા મુજબ ચંદ્રયાન 2 ની જેમ ચંદ્રયાન 3 ને પણ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતારવામાં આવશે.

ચંદ્રયાન 3 મિશનને જીએસએલવી એમ કે 3 રોકેટની મદદથી 100 કિલોમીટર ઊંચાઈ પર અંતરિક્ષમાં છોડી દેવામાં આવશે આ રોકેટ છ માળની ઇમારત જેટલી ઊંચાઇનું છે જેમને ત્રણ સ્ટેજમાં તૈયાર કરવામાં આવ્યું છે તેનું વજન 640 ટન છે.

આ રોકેટ પોતાની સાથે 37,000 કિલોમીટરની ઊંચાઈએ જીઓ સિંક્રોનસ ટ્રાન્સફર ઓરબીટ માં 4000 કિલોમીટર વજનનો સેટેલાઈટ લઈ જવાની કેપેસિટી ધરાવે છે.

જી એસ એલ વી એમ કે 3 રોકેટ 160 થી 1000 કિલોમીટરની ઊંચાઈએ આવેલી લોઅર અર્થ ઓરબીટમાં 8,000 kg વજનનો સેટેલાઈટ છોડી શકે છે આ મિશન નું કુલ વજન 3900 કિલોગ્રામ છે.

તેનું પોપલ્સન મોડ્યુલ 2148 કિલો નું વજન ધરાવે છે. લેન્ડર મોડ્યુલ 1752 તો રોવર 26 કિલો વજન ધરાવે છે આ અભિયાનથી રોવરને ચંદ્રની સપાટી ઉપર ચલાવીને વૈજ્ઞાનિક જુદા જુદા સંશોધનો કરશે.
Chandrayaan 3 ચંદ્રની સપાટી પર જઈને શું કરશે ?ચંદ્ર પર પડતા પ્રકાશ અને તેના રેડીએશનનો અભ્યાસ કરવાનું કામ કરશે
ચંદ્રની થર્મલ કંડક્ટિવિટી અને તાપમાનનો અભ્યાસ કરશે.
લેન્ડિંગ સાઈટ નજીક હુકમપીય ગતિવિધિ નો પણ અભ્યાસ કરશે.
ચંદ્ર પર પ્લાઝમાના ઘનત્વ અને તેમાં થનાર ફેરફારોનો અભ્યાસ કરશે.
ચંદ્રની સપાટી પર લેન્ડરોવર 14 દિવસ કામ કરશે.

વૈજ્ઞાનિકોએ એવી આશા વ્યક્ત કરી છે લેન્ડરોવર 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર કામ કરશે અને એવું પણ બની શકે કે તેના કરતાં વધુ દિવસ પણ કામ કરી શકે આ રોવર પોતાનો ડેટા માત્ર લેન્ડરને મોકલશે લેન્ડર ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક નો સંપર્કસાદીને પોતાનો ડેટા તેને મોકલશે કોઈપણ ઈમરજન્સી સંજોગોમાં લેન્ડર રોવર ચંદ્રયાન ટુ ના ઓર્બીટરનો સંપર્ક કરી શકે છે આ ઓર્બિટલ નું પોપ્યુલેશન મોડ્યુલ સીધુ આઈડીએસએન સાથે સંપર્ક કરો.

ISRO ની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ચંદ્રયાન ન્યૂઝ લાઇવ અહિ ક્લિક કરો

Chandrayaan 3 ક્રેસ શા માટે થયું ?

ઈસરોના પ્રમુખ એ સોમનાથ એ માહિતી આપતા જણાવ્યું કે ચંદ્રયાન ટુ નું વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી પર 500 * 500 મીટર લેન્ડીંગ સ્પોટ તરફ આગળ જઈ રહ્યું હતું એ સમયે તેમાં કોઈ ખામી સર્જાઈ હતી કહ્યું કે અમારી પાસે પાંચ એન્જિન હતા જેનો ઉપયોગ વેગ ઓછો કરવા માટે કરાય છે આ એન્જીનો એ અપેક્ષા કરતાં વધારે જોર કર્યું અને એક કારણ એ પણ હતું કે ઉતરાયણની સાઈટ નાની હતી.

Chandrayaan 3 ની સફળતા માટે :

ચંદ્રયાનત્રીની સફળતા માટે તેની લેન્ડિંગ સાઈટ 2.5 km કરાય છે અને તેમાં ઇંધણ પણ વધારે ભરાયું છે સોમનાથે કહ્યું કે અમે અનેક પ્રકારની નિષ્ફળતાઓ અંગે વિચારે લુ છે અમે ઇ છીએ કે તે જરૂરી ગતિ અને પ્રમાણના આધારે લેન્ડ કરે આ ઉપરાંત વિક્રમ લેન્ડરમાં હવે અન્ય સપાટી ઉપર વધારાની ચોર પેનલ છે જેથી નક્કી કરી શકાય કે તે વીજળી ઉત્પન્ન કરતું રહે.


from Aapanu Gujarat :: An Official Website https://ift.tt/TKjZnVf
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: