Tuesday, January 2, 2024

વિટામીન ના પ્રકાર: આટલા પ્રકારના હોય છે વિટામીન, કયુ વિટામીન શેમાથી મળે ?

વિટામીન ના પ્રકાર: આટલા પ્રકારના હોય છે વિટામીન, કયુ વિટામીન શેમાથી મળે ?

વિટામીન ના પ્રકાર: શરીરના બંધારણ અને વિકાસ માટે તમામ પ્રકારના પોષક તત્વો જરૂરી છે. તે પૈકી વિટામીન એ ખૂબ આગત્યનુ પોષક તત્વ છે. વિટામીન કુલ 6 પ્ર્કારના હોય છે. શરીરમા કોઇ બીમારી કે તકલીફ સર્જાય ત્યારે ડોકટર વિટામીન ની ટેબ્લેટ આપતા હોય છે. વિટામીન ના પ્રકાર કેટલા હોય, કયા વિટામીન નુ શરીરમા શું મહત્વ છે ? અને કયુ વિટામીન શેમાથી મળે તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

વિટામીન ના પ્રકાર

વિટામીન કુલ 6 પ્ર્કારના હોય છે. વિટામીન એ, બી, સી, ડી, ઈ, અને વિટામીન કે. આ તમામ પ્રકારના વિટામીન નુ શરીરમા શું જરૂરીયાત છે, કયા વિટામીન ની ઊણપ થી કયો રોગ થાય, અને કયુ વિટામી શેમાથી મળે તેની માહિતી મેળવીએ.

વિટામિન એ રાસાયણીક નામ: રેટીનાલ
ઊણપથી થતા રોગ: ચામડીના રોગ અને રતાંધળાપણુ
જરૂરીયાત; શરીરની વૃદ્ધિ માટે
સ્ત્રોત: લીલા શાકભાજી, કેરી, કેળા, ગાજર, દુધી, ટામેટા, ઈંડા

વિટામીન બી રાસાયણીક નામ: થાયમીન
ઊણપથી થતા રોગ: કબજીયાત, અપચો, બેરીબેરી
જરૂરીયાત; પાચનશક્તિ વધારે, સ્નાયુ મજબૂત કરે
સ્ત્રોત: ડુંગળી, બટાકા, ખજૂર,કઠોળ, ઈંડા

પેટા પ્રકાર: વિટામિન B1 (થાઇમિન), વિટામિન B2 (રિબોફ્લેવિન), વિટામિન B3 (નાયસિન), વિટામિન B5 (પેન્ટોથેનિક એસિડ), વિટામિન B6 (પાયરિડોક્સિન), વિટામિન B7 (બાયોટિન), વિટામિન B9 (ફોલેટ), વિટામિન B12 (કોબાલામીન)

વિટામીન સી રાસાયણીક નામ: એસ્કોબીક
ઊણપથી થતા રોગ: દાંતના રોગ અને રકતપિત
જરૂરીયાત; લોહી શુદ્ધ કરે, દાંત અને પેઢા મજબૂત કરે
સ્ત્રોત: સંતરાં, નારંગી, લીંબુ અને લીલાં શાકભાજી

વિટામિન ડી રાસાયણીક નામ: કોલ કેલ્સીફેરોલ
ઊણપથી થતા રોગ: સુકતાન
જરૂરીયાત; હાડકાના બંધારણ માટે ઉપયોગી
સ્ત્રોત: દૂધ, માખણ, ઘી, અને સૂર્યના કિરણોમાંથી

વિટામિન ઈરાસાયણીક નામ: તોકોફેરોલ
ઊણપથી થતા રોગ: નપુંસકતા
જરૂરીયાત; જનનેદ્રિયનુુ કાર્ય નું કાર્ય યોગ્ય રીતે કરવામાં સહાયભૂત
સ્ત્રોત: કેળા, ટામેટા, લીલી શાકભાજી, ઈંડા

વિટામિન કે રાસાયણીક નામ: ફ્ટોમેનાડીયોન
ઊણપથી થતા રોગ: લોહીનો સ્ત્રાવ થતો હોય
જરૂરીયાત; લાંબા સમય સુધી લોહી વહેવાનું ચાલુ રહે
સ્ત્રોત: ગાજર, ફ્લાવર, કોબીજ, વનસ્પતિ તેલ
વિટામીન ના પ્રકાર


from Aapanu Gujarat :: An Official Website https://ift.tt/4xbeJId
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: